બહિર્મુખી ચેતનાને ,
અંતર્મુખી બનાવે છે તીર્થ.
અંતર્મુખી ચેતનાને ,
અંતરાત્મા બનાવે છે તીર્થ.
અંતરાત્મા ચેતનાને ,
પરમાત્મા બનાવે છે તીર્થ.
આથી જ કહેવાયું છે કે ,
સર્વસમૃદ્ધિનો આધાર છે તીર્થ...
એક એવું નામ
જેના શ્રવણ માત્રથી
શાતા અનુભવાય.
પૂજ્ય બાપજી દાદા...
એક એવું સ્થાન
જેના શરણે જવા માત્રથી
ટાઢક અનુભવાય.
એઓશ્રીની સ્તુતિ-સ્તવન-સત્તાવીસા- મંત્રજાપનું
તીર્થ તારક છે માટે જ ,
દુર્મતિને દૂર કરે છે,
દુઃખ થી બચાવે છે,
દુર્ગતિથી ઉગારે છે.
તીર્થ પ્રાપક છે, માટે જ,
સન્મતિ આપે છે,
વિશુદ્ધ સુખ આપે છે,
સદ્ ગતિ આપે છે,
પરમગતિને નજીક લાવે છે