પૂજ્ય સિદ્ધિસૂરિ દાદા ની આરતી

ૐ સિદ્ધિસૂરિ દાદા ( ૨ )
આપ શરણ ભવતારી (૨)
ભવિ જન દુઃખહારી … (૧)

શ્રુત-જિનભક્તિ કે હો ધારક, સમતા રસધારી ,
દાદા સમતા રસધારી ;
ભવદવ તાપ નિવારક (૨)
મહિમા અતિભારી … (૨)

દીર્ઘ સંયમી દીર્ઘ તપસ્વી , આયુ દીર્ઘ ધારી ,
દાદા આયુ દીર્ઘ ધારી ; અનુપમયોગી વાત્સલ્યશાળી (૨)
બાપજી નામધારી … (૩)

સાધુ સેવા દિલ મેં ભાઈ , મણિ આજ્ઞા ધારી ,
દાદા મણિ આજ્ઞા ધારી ;
લબ્ધિ-સિદ્ધિ પ્રગટ પ્રભાવી (2)
પરમ બ્રહ્મચારી … (૪)

દીનદયાલુ સિદ્ધિસૂરિજી , નામ મંગલકારી ,
દાદા નામ મંગલકારી ;
આપ ચરણ હિતકારી ( ૨ ) , સેવે નરનારી (૫)